ShortNews in English
Paddhar: 01.04.2013
Acharya Mahashraman told people to be Friends of all. He gave message of amity to all.
News in Hindi
વ્યકિત પોતે પોતાનો સાચો મિત્ર બને
તેરાપંથ સંઘના આચાર્ય મહાશ્રમણજી દ્વારા બુઢારમોરા ખાતે ભાવિકોને અપાઇ શીખ
જૈન તેરાપંથ ન્યુજ બ્યોરો
દુનિયામાં સાચો મિત્ર બહુ મુશ્કેલીથી મળતો હોય છે. અયોગ્યને મિત્ર ન બનાવવો જોઇએ મિત્ર બનાવતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે, એ આપનો હિતેચ્છુ રહેશે કે નહીં. આજના સમયમાં સૌથી વધુ બહેતર એ છે કે,વ્યકિત પોતે પોતાનો મિત્ર બને એવું બુઢારમોરા ખાતે તેરાપંથ સંઘના આચાર્યે ભાવિકોને શીખ આપતા જણાવ્યું હતું. મિત્ર બનાવતી વખતે શું સાવધાની રાખવી એ વિશે ઉંડાણપૂર્વક ચર્ચા કરતાં આચાર્યે જણાવ્યું હતું કે, મિત્ર સારો હોય એ ધ્યાનમાં રાખવું જોઇએ. ટાઇમપાસ કરવા માટે વાતો કરવી સામાન્ય વાત છે, વ્યકિતનો સમય સારા કાર્યો કરવામાં પસાર થવો જોઇએ. સમય તો ધન છે સમયને બરબાદ કરવાવાળા પોતે બરબાદ થઇ જાય છે સમયનું સન્માન કરવાવાળા અને તેનો ઉપયો� - કરવાવાળા સન્માનને પાત્ર બની જાય છે.
આચાર્યે જણાવેલું કે, વ્યકિત પોતે જ પોતાના મિત્ર બને બીજો કોઇ વચમાં રહે કે ન રહે પરંતુ વ્યકિત પોતે પોતાની પાસે જ છે. દુનિયા સ્વાર્થના આધારે ચાલે છે ત્યારે પોતાની આત્મા જ પોતાનો મિત્ર છે. દુષ્પ્રવૃત્તિમાં લાગેલી આત્મા દુશ્મન છે. વ્યકિત બીજાના હિત, કલ્યાણ, પરોપકારી કાર્યો કરશે તો તેની આત્મા સારું ફળ આપશે.
ધાર્મિકતા વિશે તેમણે જણાવ્યું હતું કે, ધાર્મિક એ છે જે પોતાનો મિત્ર છે. શ્રદ્ધા, આસ્થા, ભકિત પણ ધર્મનો આધાર છે. વ્યકિતએ બધા તરફ મંગલ મૈત્રીની ભાવના રાખવી જોઇએ. કાર્યક્રમમાં ઉપસ્થિત બુઢારમોરા વિદ્યાલયના બાળકો અને બાલિકાઓને નશામુકિત માટેના સંકલ્પ લેવડાવવામાં
આવ્યા હતા.