11.04.2013 ►Bhuj ►Acharya Raichand was First Acharya of Terapanth to Visit Kutch and Bhuj

Published: 11.04.2013
Updated: 08.09.2015

ShortNews in English

Bhuj: 11.04.2013

Acharya Raichand was First Acharya of Terapanth to Visit Kutch and Bhuj.

News in Hindi

તેરાપંથના તૃતીય આચાર્ય રાયચંદ્રજીની કરછ યાત્રા આવી રીતે બન્યો યાત્રા પ્રસં� -

વિ.સં.૧૮૮૯નું દિલ્હી ચાતુર્માસ પૂરું કરી, મુનિ જીતમલજીએ ત્રીજા આચાર્ય શ્રીમદ્ રાયચંદજીના દર્શન કરવા માટે મેવાડ તરફ વિહાર કર્યો. તેઓ જયપુર તથા ગોગુન્દા થઇને પોષ મહિનામાં રાવલિયા પહોંરચા, જયાં મહામહિમ આચાર્ય રાયચંદજી બિરાજી રાા હતા. ગુરુદેવના દર્શન પ્રાપ્ત કરી મુનિ જીતમલજી પરમ આનંદિત થયા. તેમણે ગુરુચરણોમાં દિલ્હીમાં આયોજિત વિવિધ ધાર્મિક ઉપકારોનું સવિસ્તાર નિવેદન કર્યું. શ્રીમદ્ રાયચંદજી મહારાજ પોતાના વિનીત શિષ્ય દ્વારા શાસન પ્રભાવનાત્મક કાર્યક્રમો સાંભળી અતિશય આનંદિત થયા. થોડો સમય વિચાર કરીને તેમણે ફરમાવ્યું, હવે મારી સાથે ગુજરાત યાત્રા માટે તૈયાર થઇ જાવ. આમ ગુજરાત યાત્રાની પૂર્વ ભૂમિકા બની.

આચાર્ય રાયચંદજી એ વિ.સં.૧૮૮૯નું ચોમાસું ઉદેપુર કર્યું, ત્યારથી વિહાર કરીને તેઓ રાવલિયા પધાર્યા. થોડા સમય બાદ કરછ-ગુજરાત યાત્રા માટે વિહાર કર્યો. જીતમલજી આદિ ૧૭ સંત સાથે આપ અમદાવાદ થઇને સાણંદ પધાર્યા. સાણંદથી સૌરાષ્ટ્રમાં લીંબડી અને ત્યાંથી વઢવાણ કેમ્પ બિરાજયા, ત્યાં દરિયાપુરી સ્થાનકવાસી સંપ્રદાયના શંકર ઋષીને મળ્યા. શંકર આચાર્યએ ફરમાવ્યું હવે મારી સાથે ગુજરાત યાત્રા માટે તૈયાર થઇ જાવ. આમ ગુજરાત યાત્રાની પૂર્વ ભૂમિકા બની.

આચાર્ય રાયચંદજી એ વિ.સં.૧૮૮૯નું ચોમાસું ઉદેપુર કર્યું, ત્યારથી વિહાર કરીને તેઓ રાવલિયા પધાર્યા. થોડા સમય બાદ કરછ-ગુજરાત યાત્રા માટે વિહાર કર્યો. જીતમલજી આદિ ૧૭ સંત સાથે આપ અમદાવાદ થઇને સાણંદ પધાર્યા. સાણંદથી સૌરાષ્ટ્રમાં લીંબડી અને ત્યાંથી વઢવાણ કેમ્પ બિરાજયા, ત્યાં દરિયાપુરી સ્થાનકવાસી સંપ્રદાયના શંકર ઋષીને મળ્યા. શંકર આચાર્યએ ફરમાવ્યું - બેલામાં મંગળ પ્રસં� -

આચાર્ય રાયચંદજી કરછમાં સૌપ્રથમ બેલા પધાર્યા. બેલાવાસીઓ માટે આ એક માંગલિકત પ્રસં� - હતો. આના પહેલાં કયારેય પણ બેલાવાસીઓએ તેરાપંથના સંતના દર્શન કર્યા ન હતાં. અહીંના પરિવારોએ ફકત ટીકમજી દોશી પાસેથી તત્ત્વજ્ઞાન સમજીને, તેરાપંથની શ્રદ્ધાનો સ્વીકાર કર્યોહતો. બીજા લોકો તેમને ના નામથી ઓળખતા હતા. આચાર્ય રાયચંદજીને બેલાની બાબતમાં પૂરેપૂરી જાણકારી હતી. કરછ અંગેની રાજસ્થાન સુધી જાણકારી આપનાર કડી હતી. ટીકમજી દોશી તેઓ બે વખત ભિ ાુ સ્વામીના દર્શન કરી ચૂકયા હતા, જયારે વિ.સં.૧૮૫૯માં ટીકમજી દોશી ભિ ાુસ્વામીના દર્શન કરવા માટે ગયેલા, ત્યારે આચાર્ય રાયચંદજી, ભિ ાુસ્વામી પાસે દી ાા લઇ ચૂકયા હતા. આપની દિશા વિ.સ.૧૮૫૭માં થઇ હતી, એટલે સંભવ છે કે, આચાર્ય રાયચંદજીની મુનિ અવસ્થા દરમિયાન, ભિ ાુસ્વામીના ચરણોમાં, ટીકમજી દોશી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો તથા ભિ ાુસ્વામી દ્વારા આપવામાં આવેલા જવાબો ઘ્યાનપૂર્વક સાંભળ્યા હશે અને કદાચ તેઓએ જાતે પણ ટીકમજી દોશી સાથે વાતો કરી હોય, પરંતુ સંજોગોવસાત આચાર્ય રાજયચંદજી જયારે કરછ પધાર્યા તે પહેલાં ટીકમજી દોશીનો સ્વર્ગવાસ થઇ ગયો હતો. બેલામાં ટીકમજી દોશી દ્વારા સમજાવેલ મોહનભાઇ મહેતા ત્યારે જીવંત હતા. આચાર્ય રાયચંદજી બેલામાં ૧૦ રાત્રિ બિરાજયા. આપ એ અહીંયા બધા શ્રાવકોના નજીકના સંપર્ક માટે યોગ્ય સમય આપ્યો. ટીકમજી દોશીની શંકા-શિલતાનો આ બધા ઉપર પણ પ્રભાવ હતો આચાર્ય રાયચંદજીએ તાત્વીક ચર્ચામાં આગમ સમ્મત સમાધાન કર્યું. શ્રાવકોના મનને આશ્વાસન મળ્યું. ભિ ાુસ્વામી પ્રત્યે ફરીથી આસ્થાભાવ જાગૃત થયા. આચાર્ય રાયચંદજી પાસે બેલાના શ્રાવકોએ તેરાપંથની ગુરુધારણા લીધી.

બેલાથી વિહાર કરી, અંજાર થઇ, આપ સર્વે શ્રમણવૃંદ સાથે મુન્દ્રા પધાર્યા, ત્યાં જેઠાભાઇએ ખૂબ જ ભકિત કરી. તેઓ ટીકમજી દોશીની શ્રદ્ધામાં અનુરકત હતા. એક દિવસ મુન્દ્રા બિરાજી, આચાર્ય રાયચંદજી તે સમયની વિશાળ બંદરગાહ માંડવી પધાર્યા. છ રાત્રિ ત્યાં બિરાજયા, ત્યાં ટીકમજી દોશી દ્વારા સમજાવેલા ઘણા તેરાપંથી શ્રાવક હતા. તે બધાની વરચે અનેક ચર્ચા-વાર્તા થઇ. મહા ઓજસ્વી આચાર્ય રાયચંદજીના તેજસ્વી પ્રવચનોનો લાભ, બીજા સંપ્રદાયના લોકોએ પણ લીધો આચાર્યના વ્યકિતત્ત્વથી તેઓ એટલા બધા પ્રભાવિત હતા કે, તેમણે આચાર્યને આગામી ચોમાસું માંડવી કરવા માટે ખૂબ જ આગ્રહપૂર્વક પ્રાર્થના કરી, પરંતુ આચાર્ય રાયચંદજીનું ચોમાસું, મારવાડમાં કરવાનું ઘ્યાન હોવાના કારણે આપે તેમની પ્રાર્થનાનો અસ્વીકાર કર્યોટીકમજી દોશી દ્વારા સમજાવેલા માંડવીના આ બધા પરિવારોએ, આચાર્ય રાયચંદજીના પાવન પગલાંથી લાભાન્વિત થઇ તેરાપંથની ગુરુધારણા લીધી. આ પહેલાં આ બધા ના નામથી ઓળખાતા.

કરછની રાજધાની ભુજનગર પણ આપના પાવન પગાલાના સ્પર્શથી ધન્ય થઇ. ફતેહગઢમાં આ સમય સુધી કોઇ તેરાપંથી પરિવારો ન હતા. એટલે આપનો ત્યાં પધારવાનો કોઇ ઉલ્લેખ મળતો નથી. આચાર્ય રાયચંદજીની કરછ યાત્રા સફળત્તમ રહી, કરછના અનેક ગમોમાં, ટીકમજી દોશી દ્વારા સમજાવેલા બધા શ્રાવકોને સાંભળ્યા અને તેમને તેરાપંથની ગુરુધારણા કરાવી.

- ફરીથી મારવાડ તરફ

માંડવીથી આપે મારવાડ તરફ વિહાર કર્યો. ત્યારે બેલાના ભાઇઓને સમાચાર મળ્યા, તેમણે આચાર્ય રાયચંદજીના દર્શન કયાર્ં અને બેલા ચોમાસું કરવાની આગ્રહભરી વિનંતી કરી. આપનું લ ય, મારવાડ તરફ ચાતુર્માસ કરવાનું હોવાથી, બેલાવાસીઓને પણ આચાર્યનું ચાતુર્માસ મળી ન શકયું, પરંતુ બેલાના શ્રાવકોની ચાતુર્માસ પ્રાપ્ત કરવાની ઉત્કષ્ટભાવના પૂર્ણ કરવા માટે આપે મુનિ કરમચંદજીને તેમના સહયોગથી બે સંત સાથે ત્યાં રોકયા. આ રીતે વિ.સં.૧૮૯૦માં તેરાપંથ સંપ્રદાયનું સર્વ પ્રથમ ચોમાસું બેલા થયું આ જ વર્ષે આપે મુનિ ઇશરજી અદિ ત્રણ સંતનું ચોમાસું વીરમગામ ફરમાવ્યું. બાકી ૧૧ સંતો સાથે આચાર્ય રાયચંદજી ચાર્તુમાસ અર્થે પાલી પધારી ગયા. આ વખતે આચાર્ય રાયચંદજીની યાત્રા લગભ� - ૧૪૦૦ માઇલની થઇ. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય રાજમાર્ગની અત્યંત અનુકુળતા હોવા છતાં પણ કરછ પ્રાંતની યાત્રા રાજસ્થાનથી કરછ અને કરછથી રાજસ્થાન, એટલી લાંબી યાત્રા કરીને મહાન કીર્તિમાન સ્થાપિત કર્યોછે. ન કોઇની પ્રાર્થના, ન રસ્તાની જાણકારી, નહીં રસ્તામાં કોઇની સંભાળ, વિશ્રામ કર્યા વગર સતત લ ય સિદ્ધ કરવા ચાલતા રાા. આચાર્ય રાયચંદજીની પોતાની જીવનની આ સૌથી લાંબી યાત્રા હતી.

- કરછની ધરા પર મુનિ બિજરાજજી

આચાર્ય રાયચંદજીએ વિ.સં.૧૮૮૯માં રાજસ્થાનથી દૂર આવેલા કરછની વસતીને પોતાના ચરણસ્પર્શ દ્વારા પાવન કરી તેના પછી લાંબો સમય નીકળી ગયો.

તેરાપંથના ચોથા આચાર્ય જયાચાર્ય ફરીથી કરછના શ્રાવકો ઉપર કપા કરી વિ.સં.૧૯૨૭માં પોતાના શિષ્ય મુનિ બીજરાજજી આદિઠાણા ૫ને કરછમાં મોકલાવ્યા. (ક્રમશ)

કરછમાં તેરાપંથનું વિસ્તરણ

તે

પ્રભુલાલ મહેતા
ઉદય

Sources

ShortNews in English:
Sushil Bafana

Share this page on:
Page glossary
Some texts contain  footnotes  and  glossary  entries. To distinguish between them, the links have different colors.
  1. Acharya
  2. Acharya Raichand
  3. Bhuj
  4. Sushil Bafana
  5. Terapanth
  6. ગુજરાત
Page statistics
This page has been viewed 1010 times.
© 1997-2024 HereNow4U, Version 4.56
Home
About
Contact us
Disclaimer
Social Networking

HN4U Deutsche Version
Today's Counter: