ShortNews in English
Mavsari: 06.03.2013
Acharya Mahashraman is Doing Vihar in Gujrat. People of State are Happy. Full news in Gujrati Language.
News in Hindi
આચાર્યશ્રી મહાશ્રમણના ગુજરાત પ્રવેશથી માવસરીમાં ધર્મમય માહોલ
માવ્સારી 05 માર્ચ 2013 જૈન તેરાપંથ ન્યુજ બ્યોરો,
આચાર્યશ્રી મહાશ્રમણના ગુજરાત પ્રવેશથી માવસરીમાં ધર્મમય માહોલ
રાજસ્થાનના જસોલથી ભગવંતનો મંગળવારે ગુજરાતમાં પ્રવેશ થયો ત્યારે મોટીસંખ્યામાં ભાવીકો ઉમટયા અહિંસાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું ૧૦૦ થી વધુ સાધુ-સાધ્વી ભગવંતો અહિંસાયાત્રામાં આચાર્યશ્રી સાથે જોડાયા
તેરાપંથ જૈન સંઘના અગિયારમા પટ્ટઘર મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણ અને તેમની સાથે ૧૦૦ થી વધુ સાધુ-સાધ્વીજીઓનો મંગળવારે રાજસ્થાનથી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માવસરી ગામથી ગુજરાતમાં પ્રવેશ થયો હતો. આચાર્યશ્રીએ જસોલ ખાતે ચાતુર્માસ પૂર્ણ કરીને અહિંસાયાત્રાનો પ્રારંભ કર્યો છે. જેનો ગુજરાતમાં દબદબાભેર પ્રવેશ થતાં તેરાપંથ સમાજના ભાવીકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. માવસરી ગામ ધર્મમય બની ગયું છે. આ પ્રસંગે આચાર્ય ભગવંતે ભાવીકોને ધર્મોપદેશ આપ્યો હતો. આ અહિંસા યાત્રા આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં પ્રસ્થાન કરશે.
બનાસકાંઠા જિલ્લાનું માવસરી ગામ મંગળવારે ધર્મમય બની ગયું હતું. રાજસ્થાનના જસોલ ખાતે તેરાપંથ જૈન ધર્મસંઘના અગિયારમા પટ્ટઘર મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણ નશામુક્તના અભિયાન સાથે અહિંસા યાત્રા લઇને મંગળવારે વાવ તાલુકાના માવસરી ગામથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા. આચાર્યશ્રી મહાશ્રમણએ અહિંસા યાત્રા દરમિયાન માર્ગમાં આવતા ગામોના ગ્રામજનોને બીડી, તમાકુ સહિતના કોઇપણ વ્યસન જીવનમાં હોય તો ત્યા� - કરવા જણાવ્યું હતું. જેમાં અનેક ગ્રામજનો આચાર્યશ્રી સમક્ષ વ્યસનનો ત્યા� - કરી દીધો હતો.
ડીસા, પાલનપુર, અમદાવાદ, સુરત, મુંબઇથી મોટી સંખ્યામાં ભાવીકો આચાર્યશ્રીના દર્શનાર્થે ઉમટયા હતા. આચાર્ય ભગવંતનું સરહદી ગામ માવસરીમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. બીએસએફ બટાલિયન કેમ્પમાં થઇને પંડાલમાં પધારેલા ભગવંતનું કમાન્ડન્ટ સુશિલકુમાર સાથે જવાનોએ પણ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આચાર્યશ્રી મહાશ્રમણએ જણાવ્યું હતું કે, આપણે અહિંસા સાધના કરવી જોઇએ. વ્યવહાર અને વર્તન મંગલ હોવા જોઇએ. જે વ્યવહાર આપણને પસંદ નથી તેવો વ્યવહાર અન્ય સાથે ન કરવો જોઇએ.
અનુકંપા (દયા) જે માનવીના મનમાં છે તે અન્યને દુ:ખ નહી આપે, કે દગો નહી કરે, માટે માનવીએ અનુકંપાનો વિકાસ કરવો જોઇએ. આચાર્યશ્રી વધુમાં જણાવ્યું હતું કે, 'જીવનમાં આરાધના કરવી જોઇએ. જ્યાં તપસ્યા છે ત્યાં મંગલ છે. તપસ્વી આગળ દેવો પણ નમી જાય છે.’ આચાર્યશ્રીએ વેપારમાં અનિતી નહીં કરવા શીખ આપીને જીવનમાં નૈતિકતા અપનાવવા અનુરોધ કર્યો હતો. આ અહિંસા યાત્રા વાવ તાલુકાની માવસરીથી આગામી દિવસોમાં કચ્છમાં પ્રસ્થાન કરશે.
મુનિઓની ગુરુવંદના
આચાર્યશ્રી મહાશ્રમણ સાથે મંત્રી મુનિ સુમેરમલજી લાડનુ, શ્રમણી અમીત પ્રજ્ઞાજી, નિર્મલ પ્રજ્ઞાજી, મુની હિતેન્દ્રકુમારજી, જાગૃતકુમારજી, અનંતકુમારજી, અક્ષયકુમારજી અને અભિજીતકુમારજીએ ગુરુવંદના કરી હતી. જ્યારે વાવપંથક તેરાપંથ સમાજસેવા ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઇ મહેતા, રસિકભાઇ દોશીએ અહિંસા યાત્રામાં પૂર્ણ સેવા પ્રદાન કરી હતી. જેમની સાથે મુક્તિભાઇ પરીખ, ભરતભાઇ પરીખ, વસંતભાઇ મોઢ અને દિનેશભાઇ જોષી પણ જોડાયા હતા. સમગ્ર અહિંસા યાત્રાની વ્યવસ્થા ચંપકભાઇ મહેતા અને પ્રવીણભાઇ મહેતાએ અદા કરી છે.